Saturday, August 19, 2017

બધાને એમ છે કે હું ફાવી ગયો છું, કોણ જાણે કે હું કેવા દેશમાં આવી ગયો છું ? # G001#



હમણાં જ મને વ્હોટસ એપ દ્વારા ઉપરની વીડીયો કલીપ એક મિત્ર પાસે થી પ્રાપ્ત થઇ. વીડીયો માં જોઈ શકાય છે તેમ એક બહેન પરદેશ માં જઈ વસેલા કોઈ સ્વજન નો પત્ર વાંચીને પરિવાર જનો ને સંભળાવી રહ્યા છે. પત્ર માં કોઈ કવિ જીવે શાયરી દ્વારા "બધાને એમ છે કે હું ફાવી ગયો છું, કોણ જાણે કે હું કેવા દેશમાં આવી ગયો છું" વગેરે વગેરે પોતાના હ્રદય ની વ્યથા વર્ણવી છે.


૧૯૯૪ -૨૦૦૧ ના વરસોમાં  મારા કુવૈત ખાતે ના વસવાટ દરમ્યાન શરૂઆત માં  હું એક ફ્લેટ માં અંગત રીતે ચાલતી એક  ગુજરાતી વીશી માં રોજ સાંજે જમવા જતો. એક દિવસ સાંજે રોજ ના સમય કરતા હું વહેલા પહોંચી ગયો ત્યારે વિશીનો રસોઈયો રોટલી નો લોટ બાંધતો હતો. અને અમારા બે શિવાય ત્યાં બીજું કોઈ હતું નહિ. ત્યારે અમદાવાદ થી કુવૈત રોજી રોટી કમાવા આવેલ રસોયાએ મારી આગળ ધ્રુસકે ધ્રુસકે રડી ને આવીજ હ્રદય વેદના ઠાલવી હતી.

વૈભવી જીવન શૈલી જીવવાનું સ્વપ્ન સેવી વતન ઇન્ડિયા છોડી પરદેશ જઈ વસેલા દરેક લોકોનો આ એક સામાન્ય અનુભવ હોય છે. સ્વાભાવિક છે કે ભિન્ન આબોહવા, સમાજ, ભાષા, અને રહેણી કરણી, તેમજ મિત્રો, સબંધીઓ નો સધિયારો છૂટવાથી દરેક વ્યક્તિ આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. પણ તેનો મતલબ એવો નથી કે પરદેશ જઈ વસેલા દરેક લોકો માનસિક રૂપે દુખી હોય છે.


અંગ્રેજી માં કહેવત છે GRASS IS ALWAYS GREENER ON OTHER SIDE OF THE MOUNTAIN  અને આપણી ગુજરાતીમાં પણ કહેવત છે પારકે ભાણે લાડુ સદાય મોટો .

હકીકત માં તો આ એક માનવીની નબળાઈ છે. માયા ના બંધન અને આવરણ માં લપેટાયેલ માનવી ને પોતાને થયેલ પ્રાપ્તિ નો સંતોષ માણવાને બદલે નહિ પ્રાપ્ત થયેલ અને બીજાની પ્રાપ્તિ/સમૃદ્ધિ જોઈ તે મેળવવા ની એષણા ના કારણે આવું દુખ મહેશુસ થાય છે.

વળી પ્રમુખ સ્વામિ મહારાજ વારમવાર કહેતા તેમ સાચું સુખ ફક્ત ભગવાન અને ભગવાન ના એકાંતિક સંત શિવાય બીજે  ક્યાય નથી. ૧૯૯૩ ના વર્ષ માં દુબઈ પહોંચ્યા પછી મેં અઠવાડિક સત્સંગ સભામાં જવાનું શરુ કર્યું અને ધીમે ધીમે સંત સમાગમ વધારતો ગયો. ત્યારબાદ હું કુવૈત, મુંબઈ, બેંગ્લોર, સિંગાપોર, અમેરિકા વગેરે જુદા જુદા અનેક સ્થળે રહ્યો. અને સ્વામીશ્રી ની કૃપા થી મને દરેક સ્થળે સંતો-સત્સંગ અને સત્સંગીઓ નો સધિયારો મળતો રહ્યો. મારા માટે તો હવે દુનિયા ના બધાજ સ્થળો "સબ ભૂમિ ગોપાલ કી" સમાન બની ગયા છે. ઈન્ડોનેસીયા ના જાકાર્તા માં ૧૦ દિવસના ટૂંકા રોકાણ દરમ્યાન પણ મને અઠવાડિક રવી સત્સંગ સભા નો લ્હાવ્હો મળેલ.