Showing posts with label Gujarati. Show all posts
Showing posts with label Gujarati. Show all posts
Monday, April 23, 2018
Tuesday, November 14, 2017
ચાલો આપણા બાળકો ને ફરીથી ગુજરાતી ભાષા માં રસ લેતા કરીએ
પ્રસ્તુત છે ૧૯૭૦ પછીની ગુજરાતી પેઢી એ નહી સાંભળેલા અને
દાદા દાદી, નાના નાની એ પઉત્રો-પઉત્રી જોડે બેસી
માણવા જેવા ૬ બાળ ગીતો
ચાંદો સુરજ રમતા તા, રમતા રમતા કોડી મળી
અમે ફેર ફુદરડી રમતા તા
જોડકણા
મારો છે મોર, મારી છે ઢેલ
નાની મારી આંખ
ઇટ્ટા... કીટ્ટા....!!
Friday, November 3, 2017
પ્રસ્તુત છે વ્હોટસ એપ દ્વારા મને મળેલા/ગમેલા કેટલાક આત્મા ને ઢંઢોળતા વિચાર પ્રેરક સંદેશા ઓ :-
* તળાવ એકજ હોય છે.....જેમાં હંસ મોતી શોધે છે અને બગલો માછલી શોધે છે... ફક્ત, વિચાર વિચારમાં ફરક છે... તમારા વિચાર જ છે જે તમને આગળ લઈ જાય છે...
સવાલ - આ મેસેજ વ્હોટસ એપ ગ્રુપ ના અન્ય મિત્રો ને તો સહુ આગળ ફોરવર્ડ કરશે, પણ વાંચનાર માંથી કેટલા લોકોએ વાંચ્યા પછી માછલી મૂકી મોતીની શોધ કરવાનું શરુ કર્યું ?
* મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે..... કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરેછે...
સવાલ - મેસેજ બીજા મિત્રો ને ફોરવર્ડ કરતા પહેલા કોઈ પણ વ્યક્તિ ની હવે થી નફરત નહિ કરવાનો નિર્ણય કરનાર કેટલા?
* ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!! હોઠો પરથી 'સુગર' ઘટી છે, ત્યારે થી લોહીમાં વધી છે...!!
સવાલ - આ મેસેજ વાંચ્યા પછી આત્મ મંથન કરી જાણે અજાણે આપણા દિમાગમાં કોઈ સગા સબંધી કે મિત્ર વિષે કોઈ પણ કારણસર પેદા થયેલી કડવાશ દુર કરવાનો પ્રયત્ન કરનાર કેટલા?
* મોરારી બાપુ એ બહુ સરસ વાત કરી છે. અંગ્રેજી આપડી કામ ની ભાષા છે માટે એને કામવાળી બનાવાય, ઘરવાળી નહીં.
સવાલ - આ વાંચ્યા પછી પણ કેટલા ગુજરાતી માં બાપ પોતાના સંતાનો ને ગુજરાતી શાળા માં મોકલવા અને પરદેશ માં રહેતા પોતાના સંતાનો ગુજરાતી ભાષા શીખે તેવો આગ્રહ રાખશે?
* "જરીક જરીક મળતા રહો તો સબંધ જેવું લાગ્યા કરે, ઘડી બે ઘડી આવ્યા કરો તો પ્રસંગ જેવું લાગ્યા કરે, મન એવું રાખો જે કદી ખોટું ના લગાડે, દિલ એવું રાખો કે જે કદી દુખી ના કરે, સબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય. " આ સુવિચાર પ્રાપ્તિ સ્થાન: ગુજરાત નું ગૌરવ
સવાલ - ફાસ્ટ ફૂડ, એસ એમ એસ, ફેસ બુક અને વ્હોટસ એપિયા જગત માં સ્માર્ટ ફોન દિવસ આખો સવાર થી રાત્રીના સુતા સુધી હાથ માંથી હેઠો નહિ મુકનાર આજના સમાજ માં તમોને એક પણ આવો ૧૦૦ ટકા ગૌરવ શાળી ગુજરાતી દેખાય તો મને જણાવવા કૃપા કરજો મારા મહેરબાન.
મિત્રો મારી આપ સૌ ને નમ્ર વીનંતી છે કે કોઈ પણ સંદેશ વ્હોટસ એપ ઉપર બીજા મિત્રો ને મોકલતા પહેલા બે મુદ્દા નો જરૂર વિચાર કરજો .
(૧) મેસેજ ની સત્યતા અને ઉદ્દેશ ચકાસી લેજો. સંદેશ માં જુઠાણું હોવાની શંકા જેવું લાગે કે લોકો ને ગેર માર્ગે દોરવાનો કોઈ પ્રયાસ કરી રહેલું જણાય તેવા મેસેજ ને બીજાઓને ફોરવર્ડ કરવાને બદલે ડીલીટ કરી દેજો.
(૨) સુવિચાર ના સંદેશ મેસેજ બીજાને મોકલતા પહેલા તમારા પોતાના આત્મા ને ઢંઢોળી તમારા પોતાના અંગત જીવન માં ઉતારવા એક પ્રયાસ જરૂર કરજો.
મારો સ્વાનુભવ છે કે આવા સુંદર વિચાર ના સંદેશા મોકલનાર કેટલાક મિત્રોને તેના કરતા તર્દન વિપરીત જીવન જીવતા મેં જોયા છે. મતલબ કે પોતા ને મળેલ સારા સંદેશ ને પોતાના અંગત જીવન માં ઉતારવાને બદલે બીજા દસ જણા ને મોકલી ને સંતોષ માનતા લોકો મારી નજર માં આવ્યા છે.

Saturday, October 28, 2017
'પાસા' નું પૂછડું પકડી દોડી રહેલા હાર્દિક પટેલ વિષે બીજા પટેલો નો અભિપ્રાય
અમેરિકામાં રહેતા પાટીદારો જાગ્યા ને એમની પોતાની ભાષામાં જે સંદેશો મોકલાવ્યો છે તે સાંભળો, મઝા આવશે. 👇
સાવધાન ગુજરાત ૪૫
ખબરદાર ગુજરાતીયો .. ખતરો આંગણે આવી ચુકયો છે .
કાશ્મિર , બંગાળ અને કેરળ નુ ઈસ્લામિકરણ કરવા માં કોંગ્રેસ સફળ થઈ ચુકી છે ...😪😪
કોંગ્રેસ દ્વારા ૭૦ વર્ષ થી ચલાવાતી મુસ્લિમ જેહાદ માં આ ૩ રાજ્યો સપડાઈ ચુકયા છે ..
હવે સાવધાન ગુજરાતીયો ...
તમારો વારો છે ....
આ વખતે ગુજરાત ના મુસ્લિમો ડાહ્યા હોવાથી ,
હિંદુઓ ના જ ૩ ભાગલા પડાવી તેને આપસ માં ઝગડાવી , ગુજરાત માં કોંગ્રેસ ફરી પગપેસારો કરી ,
જેહાદ ને ફરી ચાલુ કરવા માંગે છે ..
વંદેમાતરમ્ અને જય હિંદ ના આ દુશ્મન કોંગ્રેસ ને ગુજરાત માંથી ૩ 😇જયચંદો મળી ચુકયા છે ..
જે માત્ર ને માત્ર પૈસા માટે સમાજ નો સોદો કરી સમાજ નુ અને ગુજરાત નુ ભંગાણ કરી ,
કોંગ્રેસના જેહાદના એજન્ડા ને વરી ચુકયા છે ..,
ગુજરાત ને જેહાદ માંથી બચાવવુ હોય તો આ જય હિંદ ના દુશ્મનો ને આખા ગુજરાત ની તમામ કોમો યે એકસાથે આ જયચંદો નો વિરોઘ કરી તેને ફેંકી દેવા પડશે ..,
🦊
એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર મુજબ ભારતમાં જેહાદ અને ઈસ્લામિકરણ માટે કોંગ્રેસ હિંદુઓ માં હમેંશા ભાગલા પડાવી રહી છે ...
શ્રી રામ ના આ દુશ્મનો ના હાથા ને ઓળખો ...,
ભુખ્યા મરી જવુ સારુ પણ દેશના અને હિંદુત્વના આ ગદ્દારો ને સાથ ના આપવો ...
કોંગ્રેસ એટલે ... ત્રાસવાદીયો ને સાથ ..
કોંગ્રેસ એટલે જેએનયુ ના ગદ્દારો ને સાથ
કોંગ્રેસ એટલે ભારતીય સેના નો વિરોધ ...
કોંગ્રેસ એટલે પાકુસ્તાન ને પ્રેમ ...
કોંગ્રેસ એટલે મુસ્લિમ જ્હાદ ...
કોંગ્રેસ એટલે રામ ના અસ્તિત્વ નો નકાર
કોંગ્રેસ એટલે જય હિંદ , વંદેમાતરમ્ બોલવા માં પાપ ...
હાર્દિક , મેવાણી અને અલ્પેશ .. આ ત્રણેય પોતાની અંગત લાલસા માં ધર્મ , ભારતીય સંસ્ક્રુતી અને દેશ ને દગો કરી ને ગદ્દાર કોંગ્રેસ ને ખોળે જઈ બેઠા છે ...
તમો વીર રાષ્ટ્ર ભક્ત માતપિતા ના સંતાન છો .. તો રાષ્ટ્રહિત અને ભારતીય સંસ્ક્રુતી ને સપોર્ટ કરો ...
👉
યાદ આખો ...
એક રોટલી ના ટુકડા માટે દેશ , સમાજ અને ધર્મ ને દગો આપીયે તો આપણી સો પેઢી લાજે ...
સૌ ગુજરાત ની તમામ કોમ , તમામ હિંદુઓ આ જયચંદો ને ઓળખે ...
ને ગુજરાત ને કેરળ , બંગાળ અને કાશ્મિર થતુ અટકાવવા માં સહાય કરવા કોંગ્રેસ નો વિરોધ કરે ..
તમામ ગુજરાતી કોંગ્રેસ ના ખતરા થી સાવધ રહે ...
નાત જાત માં ના વહેંચાય ..
આપણે સો ગુજરાતી છીયે ..,
દેશના ગદ્દારો ને ઓળખો ...,,
"કોંગ્રેસ અને તેના ત્રણ જયચંદો મુક્ત ગુજરાત ..."
જય હિંદ , વંદે માતરમ્ ..
રમેશ પટેલ , રાજકોટ .
# હર એક ગુજરાત પ્રેમી આ વાત આખા ગુજરાત માં
ફેલાવી , જન્મભુમી ને લુંટાતી બચાવે #
Thursday, October 12, 2017
Friday, October 6, 2017
બાળ જૈન દીક્ષાર્થી # G 006 #
સાચું કહેજો આ બાળ જૈન દીક્ષાર્થી ની વીડીયો કલીપ જોયા પછી તમારા મનમાં શું વિચાર આવ્યો?
બૌધિક લોકો ને જરૂર સંકલ્પ-વિકલ્પ ઉઠશે કે આ નાના બાળકે હજુ દુનિયા જોઈ નથી અને પોતાના જીવન ના નિર્ણયો જાતે લઇ શકે તેટલી પુખ્ત ઉંમર થઇ નથી ત્યારે દીક્ષા શા માટે? બાળ વિવાહ ની જેમજ બાળ દીક્ષા પણ વર્જ્ય હોવી જોઈએ !
મને પણ પહેલા એવોજ ખોટો વિચાર આવ્યો. પણ બીજી જ ક્ષણે મને યોગી બાપા યાદ આવ્યા. યોગીજી મહારાજ આવાજ નાના નાના બાળકો ને નિર્જળા ઉપવાસ કરવાની આજ્ઞા કરતા. કોઈ એક હરિભક્ત ને આ વાત રુચિ નહિ એટલે તેમણે યોગી બાપા પાસે રૂબરૂ માં વિરોધ નોંધાવ્યો. ત્યારે યોગી બાપા એ તેમની લાક્ષણીક ઢબે કીધેલ - "ગુરુ તમે બાળક ના શરીર સામે જોઈ ને વાત કરો છો જયારે હું તેના આત્મા સામે જોઈ ને વાત કરું છું".
કહેવાનો મતલબ કે બૌદ્ધિક લોકો બધાજ નિર્ણયો સ્કુલ/કોલેજ માં શીખવાતા તર્ક અને વિજ્ઞાન થી મુલવે છે, એટલે અધ્યાત્મ ની દ્રષ્ટિ થી લેવાતા નિર્ણયો તેમની સમજણ ની બહાર હોય છે અને તેઓને જચતા/ગમતા નથી.
નાના બાળક ને જયારે પ્રાથમિક શાળા નો ગણિત નો શિક્ષક ૧ + ૧ = ૨ શીખવે છે ત્યારે તે ક્યારે પણ પ્રશ્ન કરતો નથી કે ૨ કેવી રીતે અને 3 શા માટે નહિ. કારણ કે ત્યારે તેના દિમાગ ની પાટી કોરી હોય છે. એજ બાળક જેમ જેમ શાળા કોલેજ અને મહા વિદ્યાલય માંથી પદવી લઇ ને બહાર પડે છે, ત્યારે તેના દિમાગ ની પાટી તર્ક શક્તિ અને વિજ્ઞાન ઉપરાંત અહમ થી ભરાઈ ચુકી હોય છે. ત્યાર બાદ તેમાં આધ્યાત્મ કહેતા "આત્મા" વિશેના જ્ઞાન માટે ખાલી જગા બચતી નથી. સ્કુલ/કોલેજ ના અભ્યાસ પછી તર્ક કરવાને ટેવાયેલી તેમની બુદ્ધિ ગુરુ અને શાસ્ત્ર વચન મા વિશ્વાસ મૂકી શકતી નથી.
આધ્યાત્મ નું પ્રથમ પગથીયું છે, સાચા અને શાસ્ત્રોકત ગુરુ ને શોધી, મન ધાર્યું મૂકી ને ગુરુ વચન અને શાસ્ત્રો માં ૧૦૦ ટકા વિશ્વાસ મૂકવો. જે શાળા/મહા શાળા ઓ માં કેવળ તર્ક અને વિજ્ઞાન ભણેલ લોકો માટે સહેલું નથી. માટેજ જગત આજે આધ્યાત્મ થી વિમુખ થઇ ને ભૌતિક સુખ તરફ આંધળી દોટ મૂકી રહ્યું છે.
તેમાં જો કે કેટલાક અપવાદ પણ હોય છે જેમકે બહેરીનમાં રહેતા સરદાર જશ્બીર સીંઘ અને અમદાવાદ ના ડોક્ટર બાજોડીયા.
સિવિલ એન્જીનીયરીંગ માં અમેરિકાની ઉચ્ચ પદવી ધરાવતા જસ્બીર સીંઘ બહેરીનની એક મોટી કંપની માં ભાગીદાર હતા. તેઓ પ્રમુખ સ્વામીના શિષ્ય હોવાને નાતે હું તેમને મળી ચુક્યો છું. સ્વામી
શ્રી ની આજ્ઞા પ્રમાણે તેઓ કંપની ની ભાગીદારી માંથી ફારગત થઇ ને હવે તે જ કંપની માં એક પગારદાર મેનેજર તરીકે હવે ફરજ બજાવે છે.
એવોજ કિસ્સો અમદાવાદ ના એન્કોલોજીસ્ટ (કેન્સર નિષ્ણાંત ) ડોક્ટર બાજોડીયા નો છે. ગુરુની આજ્ઞા પ્રમાણે તેમની ધીકતી અંગત પ્રેકટીશ આટોપી ને અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ માં નજીવા પગારદાર ડોક્ટર તરીકે હવે તેઓ સેવા આપે છે.
Wednesday, October 4, 2017
કાજલ ઓઝા વૈદ્ય નુ એક મનનીય પ્રવર્ચન # G 005 #
યુ ટ્યુબ ઉપર કાજલ ઓઝા વૈદ્ય ના ઘણા બધા પ્રવર્ચનો ઉપલબ્ધ છે અને કેટલાક તો સ્ત્રી સ્વાતંત્ર્યતા ના નામે સ્વછંદતાને પોષતા મને જણાયા છે.
પરંતુ આ પ્રવર્ચનમાં આપણે બધાજ જે સામાન્ય ભૂલો કરી રહ્યા છીએ તે તરફ તેમણે બહુજ સરસ અંગુલી નિર્દેશ કર્યો છે, એટલે આ પ્રવર્ચન મારી જેમ આપને પણ જરૂર ગમશે.
Friday, September 29, 2017
અનોખા પ્રાચીન અને અર્વાચીન ગરબા # G 004 # GUJARATI GARABA - 12 types
સોરઠ ના મહેર લોકો નો અસલી ગરબો (સોનાના આભુષણ પહેરલ )
Traditional Maher Community ladies wearing gold ornaments.
રાજકોટ ના રાજ મહેલ નો રજવાડી ગરબો (તલવારો સાથેનો)
Rajput ladies holding swords playing Garaba at the royal palace in Rajkot
મશાલ લઈને રમાતો ગરબો
Gents playing Garaba holding handheld torches -Jamnagar
કાંખમા બાળક સાથે રમાતો ગરબો
Ladies with child in arm playing Garaba
રાજકોટ નો રોલર સ્કેટર પહેરી રમાતો ગરબો
New generation girls playing Garaba wearing roller skates
હેડફોન પહેરી અવાજ ના પ્રદુષણ રહિત નો ગરબો
Modern girls playing Garaba wearing the headphones to prevent noise pollution
તરણ હોજમાં રમાતો ગરબો Dandiya in a Swimming Pool
નાચવા માટે ઉમરની જરૂરિયાત નથી ઉમંગની જરૂર છે. Old and alone playing Garabo
મુંબઈ ના રસ્તા ઉપર રમાતો ગરબો
Come to play Garaba on Road - All are welcomed
વડોદરા નો રાષ્ટ્રીય ભાવના નો ગરબો
Garaba assembly to promote national unity
રમુજી અને મર્માળુ હાસ્ય ઉપજાવતો ગરબો
લોકલ ટ્રેઈન માં રમાતો ગરબો
Garaba played in suburban train compartment by busy working-class women of Mumbai
Sunday, September 24, 2017
ગરબા - રજવાડી, ગામઠી, ગેરીલા વાંદરાના અને વડોદરાના .... # G003 #
કાઠીયાવાડી રજવાડી ગરબો
દેશી - ગામઠી ગરબો
ગેરીલા વાંદરાઓ નો ગરબો
વડોદરા નો ગરબો
૫૦૦૦૦ ખેલૈયા, ફરજીયાત લોક પરિધાન (Traditional Dress compulsory for entry)
ફક્ત સીજન પાસ વાળા માટે જ
ક્રિકેટ ના મેદાન કરતા પણ મોટુ વિશાળ મેદાન અને સુંદર આયોજન
Tuesday, September 12, 2017
તંદુરસ્ત જીવન માટે ના કેટલાક સરળ ઉપાયો # G002 #
પ્રસ્તુત છે યોગ અને આયુર્વેદ નિષ્ણાંત હરીશ વૈદ્ય ની કેટલીક વિડીયો ક્લિપ્સ
નાભી સરળ પ્રયોગ - ફાયદા અનેક
કફના નિકાલ માટેનો ઉપાય
અવાજ તીક્ષ્ણ -તીવ્ર કરવાનો ઉપાય
ઠંડા પાણી થી થતું નુકશાન
પાણી કેટલું પીવું
Saturday, August 19, 2017
બધાને એમ છે કે હું ફાવી ગયો છું, કોણ જાણે કે હું કેવા દેશમાં આવી ગયો છું ? # G001#
હમણાં જ મને વ્હોટસ એપ દ્વારા ઉપરની વીડીયો કલીપ એક મિત્ર પાસે થી પ્રાપ્ત થઇ. વીડીયો માં જોઈ શકાય છે તેમ એક બહેન પરદેશ માં જઈ વસેલા કોઈ સ્વજન નો પત્ર વાંચીને પરિવાર જનો ને સંભળાવી રહ્યા છે. પત્ર માં કોઈ કવિ જીવે શાયરી દ્વારા "બધાને એમ છે કે હું ફાવી ગયો છું, કોણ જાણે કે હું કેવા દેશમાં આવી ગયો છું" વગેરે વગેરે પોતાના હ્રદય ની વ્યથા વર્ણવી છે.
૧૯૯૪ -૨૦૦૧ ના વરસોમાં મારા કુવૈત ખાતે ના વસવાટ દરમ્યાન શરૂઆત માં હું એક ફ્લેટ માં અંગત રીતે ચાલતી એક ગુજરાતી વીશી માં રોજ સાંજે જમવા જતો. એક દિવસ સાંજે રોજ ના સમય કરતા હું વહેલા પહોંચી ગયો ત્યારે વિશીનો રસોઈયો રોટલી નો લોટ બાંધતો હતો. અને અમારા બે શિવાય ત્યાં બીજું કોઈ હતું નહિ. ત્યારે અમદાવાદ થી કુવૈત રોજી રોટી કમાવા આવેલ રસોયાએ મારી આગળ ધ્રુસકે ધ્રુસકે રડી ને આવીજ હ્રદય વેદના ઠાલવી હતી.
વૈભવી જીવન શૈલી જીવવાનું સ્વપ્ન સેવી વતન ઇન્ડિયા છોડી પરદેશ જઈ વસેલા દરેક લોકોનો આ એક સામાન્ય અનુભવ હોય છે. સ્વાભાવિક છે કે ભિન્ન આબોહવા, સમાજ, ભાષા, અને રહેણી કરણી, તેમજ મિત્રો, સબંધીઓ નો સધિયારો છૂટવાથી દરેક વ્યક્તિ આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. પણ તેનો મતલબ એવો નથી કે પરદેશ જઈ વસેલા દરેક લોકો માનસિક રૂપે દુખી હોય છે.
અંગ્રેજી માં કહેવત છે GRASS IS ALWAYS GREENER ON OTHER SIDE OF THE MOUNTAIN અને આપણી ગુજરાતીમાં પણ કહેવત છે પારકે ભાણે લાડુ સદાય મોટો .
હકીકત માં તો આ એક માનવીની નબળાઈ છે. માયા ના બંધન અને આવરણ માં લપેટાયેલ માનવી ને પોતાને થયેલ પ્રાપ્તિ નો સંતોષ માણવાને બદલે નહિ પ્રાપ્ત થયેલ અને બીજાની પ્રાપ્તિ/સમૃદ્ધિ જોઈ તે મેળવવા ની એષણા ના કારણે આવું દુખ મહેશુસ થાય છે.
વળી પ્રમુખ સ્વામિ મહારાજ વારમવાર કહેતા તેમ સાચું સુખ ફક્ત ભગવાન અને ભગવાન ના એકાંતિક સંત શિવાય બીજે ક્યાય નથી. ૧૯૯૩ ના વર્ષ માં દુબઈ પહોંચ્યા પછી મેં અઠવાડિક સત્સંગ સભામાં જવાનું શરુ કર્યું અને ધીમે ધીમે સંત સમાગમ વધારતો ગયો. ત્યારબાદ હું કુવૈત, મુંબઈ, બેંગ્લોર, સિંગાપોર, અમેરિકા વગેરે જુદા જુદા અનેક સ્થળે રહ્યો. અને સ્વામીશ્રી ની કૃપા થી મને દરેક સ્થળે સંતો-સત્સંગ અને સત્સંગીઓ નો સધિયારો મળતો રહ્યો. મારા માટે તો હવે દુનિયા ના બધાજ સ્થળો "સબ ભૂમિ ગોપાલ કી" સમાન બની ગયા છે. ઈન્ડોનેસીયા ના જાકાર્તા માં ૧૦ દિવસના ટૂંકા રોકાણ દરમ્યાન પણ મને અઠવાડિક રવી સત્સંગ સભા નો લ્હાવ્હો મળેલ.
Subscribe to:
Posts (Atom)