Friday, November 3, 2017

પ્રસ્તુત છે વ્હોટસ એપ દ્વારા મને મળેલા/ગમેલા કેટલાક આત્મા ને ઢંઢોળતા વિચાર પ્રેરક સંદેશા ઓ :-



    *  તળાવ એકજ હોય છે.....જેમાં હંસ મોતી શોધે છે અને બગલો માછલી શોધે છે... ફક્ત, વિચાર  વિચારમાં ફરક છે... તમારા વિચાર જ છે જે તમને આગળ લઈ જાય છે...
   
      સવાલ -  આ મેસેજ વ્હોટસ એપ ગ્રુપ ના અન્ય મિત્રો ને તો સહુ આગળ ફોરવર્ડ કરશે, પણ વાંચનાર માંથી કેટલા લોકોએ  વાંચ્યા પછી માછલી મૂકી મોતીની શોધ કરવાનું શરુ કર્યું ?

   *  મારી પાસે એવા માણસને નફરત કરવાનો ટાઇમ નથી કે જે મને નફરત કરે છે..... કેમ કે, હુ એવા લોકોમા વ્યસ્ત છુ જે લોકો મને પ્રેમ કરેછે...

      સવાલ - મેસેજ બીજા મિત્રો ને ફોરવર્ડ કરતા પહેલા કોઈ પણ વ્યક્તિ ની હવે થી  નફરત નહિ કરવાનો નિર્ણય કરનાર કેટલા?

   *  ગામમાં લીમડા ઘટતા જાય છે  અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!! હોઠો પરથી 'સુગર' ઘટી છે, ત્યારે થી લોહીમાં વધી છે...!!

       સવાલ - આ મેસેજ વાંચ્યા પછી આત્મ મંથન કરી જાણે અજાણે આપણા દિમાગમાં કોઈ સગા સબંધી કે મિત્ર વિષે કોઈ પણ કારણસર પેદા થયેલી કડવાશ દુર કરવાનો પ્રયત્ન કરનાર કેટલા?

   મોરારી બાપુ એ બહુ સરસ વાત કરી છે. અંગ્રેજી આપડી કામ ની ભાષા છે માટે એને કામવાળી બનાવાય, ઘરવાળી નહીં.

       સવાલ - આ વાંચ્યા પછી પણ કેટલા ગુજરાતી માં બાપ પોતાના સંતાનો ને ગુજરાતી શાળા માં મોકલવા અને પરદેશ માં રહેતા પોતાના સંતાનો ગુજરાતી ભાષા શીખે તેવો  આગ્રહ રાખશે?

  *   "જરીક  જરીક મળતા રહો  તો સબંધ જેવું લાગ્યા કરે,  ઘડી બે ઘડી આવ્યા કરો તો પ્રસંગ જેવું લાગ્યા કરે, મન એવું રાખો જે કદી ખોટું ના લગાડે, દિલ એવું રાખો કે જે કદી દુખી ના કરે, સબંધ એવો રાખો જેનો કદી અંત ના થાય. " આ સુવિચાર પ્રાપ્તિ સ્થાન: ગુજરાત નું ગૌરવ 

       સવાલ - ફાસ્ટ ફૂડ, એસ એમ એસ, ફેસ બુક અને વ્હોટસ એપિયા જગત માં સ્માર્ટ ફોન દિવસ આખો સવાર થી રાત્રીના સુતા સુધી હાથ માંથી હેઠો નહિ મુકનાર આજના  સમાજ માં તમોને  એક પણ આવો ૧૦૦ ટકા ગૌરવ શાળી ગુજરાતી દેખાય તો મને જણાવવા કૃપા કરજો મારા મહેરબાન.



       મિત્રો મારી આપ સૌ ને નમ્ર વીનંતી છે કે કોઈ પણ સંદેશ વ્હોટસ એપ ઉપર બીજા મિત્રો ને મોકલતા પહેલા બે મુદ્દા નો જરૂર વિચાર કરજો . 

       (૧) મેસેજ ની  સત્યતા અને ઉદ્દેશ ચકાસી લેજો. સંદેશ માં જુઠાણું હોવાની શંકા જેવું લાગે કે લોકો ને ગેર માર્ગે દોરવાનો કોઈ પ્રયાસ કરી રહેલું જણાય તેવા મેસેજ ને  બીજાઓને ફોરવર્ડ  કરવાને બદલે ડીલીટ કરી દેજો.

       (૨) સુવિચાર ના સંદેશ મેસેજ બીજાને મોકલતા પહેલા તમારા પોતાના આત્મા ને ઢંઢોળી તમારા પોતાના અંગત જીવન માં ઉતારવા એક પ્રયાસ જરૂર કરજો.

       મારો સ્વાનુભવ છે કે આવા સુંદર વિચાર ના સંદેશા મોકલનાર કેટલાક મિત્રોને તેના કરતા તર્દન વિપરીત જીવન જીવતા મેં જોયા છે. મતલબ કે પોતા ને મળેલ સારા સંદેશ ને પોતાના અંગત જીવન માં ઉતારવાને બદલે બીજા દસ જણા ને મોકલી ને સંતોષ માનતા લોકો મારી નજર માં આવ્યા છે.
  
       

       





                                                 

         

    

No comments: