Thursday, May 20, 2021

સ્વામિનારાયણ ના મંદિરો નો રસપ્રદ ઇતિહાસ

 

સ્વામિનારાયણ નું સૌ પ્રથમ મંદિર - કાળુપુર - અમદાવાદ 



Monday, May 3, 2021

હાલની પરિસ્થિતિમાં બંધબેસતી વાત # પરિવારોમાં 1G, 2G, 3G, 4G અને 5G !

આપણા પરિવારોમા આજે જે કાંઈ સાધન-સગવડ કે પૈસે-ટકે સુખી-સંપન્ન છીએ એમાં છેલ્લી ચાર-ચાર પેઢીઓની અથાક મહેનત-લગન-પરસેવો અને પરિશ્રમના પરિણામે છીએ.

આજે ગાડી-બંગલામાં પહોંચતા ચાર-ચાર પેઢીઓ હોમાઈ ગઈ છે અને એ પણ કોઈનું કરી નાખ્યા વગર ! આપબળે સ્વમહેનતે સ્વમાનભેર !

આજે વાત કરવી છે. 

આપણી 1G, 2G, 3G,4G અને 5G પેઢીની.

આપણા વડદાદાઓ :

ગોળ-રોટલો પેઢી

ધોતી-કેડિયું પેઢી.

રાત-દા'ડો જોયા વગર મજૂરી કરીને જેમતેમ ગાડું ગબડાવ્યું. ટૂંકમાં આ પેઢીએ ચલાવ્યું ને કંઈક ભેગું કર્યું !


આપણા દાદાઓ :

ધી-દૂધ, શિરો-મગપેઢી. ધોતિયું-પહેરણ-ટોપી પેઢી.

જેટલા મહેનતુ એટલા જ ગણતરીવાળા.. શિક્ષણનું મહત્વ આ લોકો બહુ પહેલા સમજી ગયા, અને આપના બાપાઓ ને ભણાવ્યા. જે ભણી ના શક્યા એમને બચત કરી શહેરો તરફ તગળ્યા અને એમને નોકરી-ધંધામાં વાળ્યાં. ટૂંકમાં આ પેઢીએ ભેગું કર્યું !


આપણા બાપાઓ :

શ્રીખંડ કે રસ-રોટલી પેઢી. પેન્ટ-શર્ટ/શૂટ-બુટ પેઢી. શહેરોમાં બસ્કુ બાંધીને આવ્યા, કરકસર, સંઘર્ષ, આયોજન, સેફ સાહસો કર્યા, ખૂબ રાજકીય/સામાજિક/ધાર્મિક પહોંચ બનાવી, ખૂબ મહેનત કરી, અને આજે દુકાનો - કારખાના - ઓફીસો/જમીન - જાયદાત/ગાડી-બંગલા ખડા કરી દીધા. (પપ્પાને આજે એમની સંઘર્ષની કહાની પૂછજો મજ્જા આવશે !)  ટૂંકમાં આ પેઢીએ વધાર્યું !