Saturday, October 7, 2017

હું કરું હું કરું એજ અજ્ઞાનતા........ # G006 #

 પાણી ના પ્રવાહ માં વહી જતી બાઈકસો 



પાણી ના પ્રવાહ માં વહી જતી મોટર કારો 




માનવી એ ટેકનોલોજીકલ ભલેને ગમે તેટલી પ્રગતી સાધી હોય પણ પરમાત્મા ના પાંચ મહાભૂત તત્વો પૃથ્વી, વાયુ, જળ, આકાશ, અને અગ્નિ આગળ તે હમેશા વામણો જ સાબિત થવાનો.


આ હકીકત નો મને સૌ પ્રથમ અનુભવ નવેમ્બર ૧૯૭૦ માં કાર્ગો શીપ "કનિષ્ક" ઉપર સિંગાપોર થી જાપાન ના પ્રવાસ દરમ્યાન થયેલ. 



                          


સિંગાપોર છોડ્યા પછી ત્રીજા દિવસે જયારે અમે સાઉથ ચાયના ના દરીયાઈ વિસ્તાર માંથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે જહાજ ના ચાલક એન્જીન ને રીપેર માટે ૪૮ કલાક શટડાઉન કરવું પડેલ. તે દરમ્યાન તોફાની દરિયા માં ૨૦-૨૫ ફૂટ ઊંચા ઉછળતા મોજાઓ  વચ્ચે ચો તરફ દરિયાના અફાટ જળ વચ્ચે ૭૦૦ ફૂટ લંબાઈ નું અમારું લોખંડી જહાજ  એક નાનકડી કાગળ ની હોડી માફક આમથી તેમ બે દિવસ સુધી દરિયામાં ફંગોળાતું રહ્યુ . એન્જીન રીપેર થયા પછી ચાલુ થયું ત્યારે ફરી અમારા નિર્ધારિત ટ્રેક રૂટ ઉપર અમારો પ્રવાસ આગળ વધ્યો.

No comments: