Tuesday, September 19, 2017

અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા ...

       

આજે જગત માં બધે જ જયારે જુઠા ની ભરમાળ ચાલી છે ત્યારે મને યાદ આવે ૧૯૫૦~૫૪ વર્ષ દરમ્યાન ભાવનગરમાં મારી પ્રાથમિક શાળાના ઉપલા મઝ્લા પર આવેલ એક વિશાળ હોલમાં ગવાતી સમૂહ પ્રાર્થના  

    

                                                            
   

Check this out on Chirbit



પ્રાર્થના - રચયતા કવિ શ્રી ન્હાનાલાલ 

અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈજા,

              ઉંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈજા                     

હીણો હું છું તો, તુજ દર્શનના દાન દઈ જા 

મહામ્રત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા

પ્રભુ અંતર્યામી, જીવન જીવના દિન શરણા,

નમું છું, વંદુ છું, વિમળમુખ સ્વામી જગતના.

પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;

પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભાવ સર્વસ્વ જનના,

સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,

કૃતિ ઇન્દ્રિયોની, મુજ મન વિશે ભાવ સમરું;

ક્ષમા દ્ષ્ટે જોજો; તુજ ચરણમાં નાથજી ! ધરું.

2 comments:

Unknown said...

Which school?
Which years you were in school?

Moderator said...

From 1954 to 1960 I was a student of Sanatan Dharm High School of Bhavnagar.
March/April 1960 I passed SSC (Metric) and then joined PP Institute of Science, Bhavanagar.
After completing Inter-Science, I could not afford to go for engineering degree course at
Vallabh Vidyanagar/Aanand. So I joined Bhavsinhji Polytechnic College and left Bhavnagar
in the year 1966/67. Shop establishment started by my father under the name/style
SHAH & MAKATI BROTHERS still operates but from new location Jivan Mansion, Near Lati Bazar Fuwara by Mukesh Makati.